આ પાગલને પાગલ કહેવાય?

13/12/2018 admin 0

હેલો દોસ્તો, આજે તમને એક ગાંડી વ્યક્તિની વાત કરવી છે, થોડા વર્ષો પહેલા હુ ભાવનગર જોબ માટે ગયો, હુ એકલો જ એક રુમ રાખીને વિદ્યાનગરમાં રહેતો હતો, દરરોજ સવારે ચા પીવા માટે એક ટી-પાર્લર કે જે નજીકમાં જ હતુ ત્યા જતો, એક સવારે હુ ચા પીવા ગયો, એટલામાં જ એક ગાંડી સ્ત્રી ચા પીવા માટે આવી, હાથમાં ફાટી ગયેલા કપડાનું પોટલું , વીખારયેલા વાળ, ધુળના થર જામી ગયેલું શરીર, … હું તેને જોતા જોતા ચા પી રહ્યો હતો. મારા મનમાં તેના પ્રત્યે દયાની લાગણી ઉત્પન્ન થઇ, મનમાં વિચાર કર્યો કે હું જ એના ચાના પૈસા આપી દઇશ, તે સ્ત્રીએ પોતાના […]

વૃધ્ધ વ્યક્તિની વ્યથા

13/12/2018 admin 0

એક દિવસ હું અમદાવાદથી ધંધુકા ટ્રેનમાં જતો હતો, એક વૃધ્ધ વ્યક્તિ ફેરી કરવા નિક્ળ્યો, ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી, પગ મુકવાની પણ જગ્યા નહોતી, તેવામાં તે દાદાએ જગ્યા કરવા માટે બુમ પાડી કે ભાઇ થોડી જગ્યા કરો ને ! તેવામાં એક દૂર ઉભેલા વ્યક્તિએ ક્હયુ કે આવાને આવા કેટલા ચડી આવે છે, વગર ટીકીટે લોકોને નડવા માટે આવી ચડે છે, આવી વ્યક્તિને ચાલુ ટ્રેને બહાર ફેકી દેવી જોઇએ, દાદા કાંઇ પણ બોલ્યા વગર પોતાનો ધંધો ચાલુ રાખ્યો, જ્યારે તેઓ ફ્રિ પડ્યા ત્યારે તે ભાઇ પાસે ગયા અને કહ્યુ, “ભાઇ તને અમે નડતર રુપ લાગીએ છીએ, અમારા દીકરાને પણ અમે નડતર […]

હલકુ કામ…

12/12/2018 admin 0

(image:: From… Google image….) સાંજનો સમય… ટ્રાફિક ફૂલ હતો. ટ્રાફિક વચ્ચેથી એક કુતરુ રસ્તો ક્રાસ કરવા ગયુ પણ તેમા તેને સફળતા ન મળતા એક લક્સર્યુસ કાર નીચે આવીને મરી ગયું. ઘેર ગયો થોડાક દુખ સાથે ટીવી ચાલુ કર્યુ બાળકો અને પત્ની સાથે બેસીને ટીવી જોવા લાગ્યો રસ્તામાં બનેલી ઘટના ભૂલી ગયો. (કુતરાને કુંટુંબ જેવુ હશે તો તેના ઘરમાં શુ થયુ હશે?) સવારમાં પાછો ઓફિસ જવા નિકળ્યો… એજ કુતરાને એક સજ્જન માણસ(જેને આપણે હલકી જાતીના ગણીએ છીએ) કોથળામાં નાખીને સાયકલ ઉપર લઇ જઇ રસ્તો સાફ કરી રહ્યા હતા.. પાછુ ગઇ કાલ સાંજનુ દ્રશ્ય નજર સામે આવી ગયુ… એટલામાં એક લક્ઝુરીયસ કાર […]

વિજ્ઞાને દુનિયાનોઉધ્ધાર કર્યો કે વિનાશ…?

12/12/2018 admin 0

ઘણી વખત વિચારુ છું વિજ્ઞાને દુનિયાનો ઉધ્ધાર કર્યો કે વિનાશ…? પૃથ્વીને પ્રદુશિત કરવામાં., ઋતુઓની ખારાબ દશા કરવામાં, વસ્તિવધારો, પ્રાણિ જગત, કુદરતનો નાશ, જંગલોનો વિનાશ. વગેરે માટે વિજ્ઞાન અને માનવપ્રજા જ જવાબદાર છે…. બાકી અન્ય કોઇ પણ જીવજંતુ પૃથ્વી ઉપર કુદરતી જીવન જ જીવે છે…. આ બાબતે મને આદીવાશીઓ ખુબ જ ગમે છે કે જેઓ હજુ પણ કુદરતી જીવન જીવે છે… અને આપણે તેને અબુધ પ્રજા કહીએ છીએ… પણ ખરેખર તેના જેવી બુધ્ધીશાળી પ્રજા કોઇ નથી…. અને મને અફસોસ એ વાત નો છે કે આ વાત લોકોને કહેવા માટે પણ મારે વિજ્ઞાનનો સહારો લેવો પડે છે…