Micro Fiction

28/09/2019 admin 0

દારુબંધીની ફાયદા અને સરકારે કરેલી દારુબંધીની કડક અમલીકરણની વાત ચુંટણીની સભામાં તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી, નેતાજી જતા જતા એક દારુની પેટી આપતા ગયા અને કહેતા ગયા ગમે તે થાય જીતતો આપણી જ થવી જોઇએ… દારુ કે પૈસા ગમે તે વહેચાવાની જરુર પડે તો લઇ જજો… અને કાર્યકર્તા ઉત્સાહમાં આવી ગયા. કાયમ દેશના નેતાઓ કામ નથી કરતા એવી ફરીયાદ સોસાયટીના સેક્રેટરી બન્યા પછી કામ કરવામાં આવતી અડચણો જોઇ દુર થઇ ગઇ… દેશને બદલવો જોઇએ, નેતાઓ ખરાબ છે, વગેરે બોલવા વાળા સોસાયટીની કમિટિ મેમ્બર બનવાનુ કહે તો પણ પોતાનું નામ પાછું લઇ લેતા હોય છે… આ આપણું કામ નહીં…. લગ્ન પહેલા […]

માઇક્રો ફિક્શન વાર્તા….

10/12/2018 admin 0

1.     દુઃખી બેવફાઃ  માતા નહી બનવાની ક્ષમતા જાણ્યા પછી, ચિંતાં મુક્ત થયેલી અવનીએ પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધો ચાલુ કર્યા.,થોડા સમયમાં અવનિના સારા દિવસો રહેતા ઘરમાં ખુશહાલી આવી ગઇ પણ અવની દુખી થઇ ગઇ….2.     વિશ્વાસઃ  હરહંમેશની જેમ મોડા આવતા પતિ પર શંકા કરનાર પત્નિએ પતિના ઘરે ભૂલી ગયેલા મોબાઇલમાં આવેલા બ્લડ ડેનેટથી એક જીંદગી બચાવવા બદલ આભારના સંદેશો વાંચવાના લીધે મોડા આવેલા પતિને પ્રેમથી ભિજવી દીધો…3.     દીકરીઃ પ્રિતીને કાયમ દીકરી હોવાનુ સહન કરવુ પડ્યુ હતુ., કાયમ સાપના ભારા તરીખે ઓળખાયેલી પ્રિતીએ આજે ચોથા બાળક સ્વરુપે ત્રણ દિકરા ઉપર જન્મેલી દીકરીને રમડતા સંજયને જોઇને પ્રિતીની આંખોમાંથી હર્ષના આસું સરી પડ્યા.4.     નાસ્તિકઃ  સંજયને પૂજા પાઠ કરવા કાયમ સમજાવતી પ્રિતી આજે તો […]