મનુષ્ય…

12/12/2018 admin 0

મોટાભાઇ અને ભાભી વરંડામાં ઉભા ઉભા કાંઇક ચર્ચા કરી રહ્યા હતા. મારી નજર પડતા ભાઇએ વાત ફેરવી નાખી. ભાઇએ પપ્પા પાસે જઇને કાંઇક ગુપછુપ કરી. બધા મારી નજરમાં આવી ગયા અને મને ખ્યાલ પણ આવી ગયો કે કાંઇક મારા વિશે જ વાત થઇ રહી છે. ભાઇ થોડાક ગુસ્સામાં લાગતો હતો. ભાભી પણ મને જોઇને મો બગાડી રસોડોમાં ચાલ્યા ગયા. મને ઘ્રાસકો પડ્યો, ક્યાંક મારા અને મનુષ્ય વિશે ભાઇને ખબર પડી ગઇ હશે કે શું? “પ્રિયા કાલે તને જોવા માટે એક છોકરો આવવાનો છે, તૈયાર રહેજે ” – ભાઇ બહારથી એટલુ બોલીને સામુ જોયા વગર જ ચાલ્યા ગયા. ઘરનુ વાતાવરણ ડહોળાયેલુ […]