મનુષ્ય…

12/12/2018 admin 0

મોટાભાઇ અને ભાભી વરંડામાં ઉભા ઉભા કાંઇક ચર્ચા કરી રહ્યા હતા. મારી નજર પડતા ભાઇએ વાત ફેરવી નાખી. ભાઇએ પપ્પા પાસે જઇને કાંઇક ગુપછુપ કરી. બધા મારી નજરમાં આવી ગયા અને મને ખ્યાલ પણ આવી ગયો કે કાંઇક મારા વિશે જ વાત થઇ રહી છે. ભાઇ થોડાક ગુસ્સામાં લાગતો હતો. ભાભી પણ મને જોઇને મો બગાડી રસોડોમાં ચાલ્યા ગયા. મને ઘ્રાસકો પડ્યો, ક્યાંક મારા અને મનુષ્ય વિશે ભાઇને ખબર પડી ગઇ હશે કે શું? “પ્રિયા કાલે તને જોવા માટે એક છોકરો આવવાનો છે, તૈયાર રહેજે ” – ભાઇ બહારથી એટલુ બોલીને સામુ જોયા વગર જ ચાલ્યા ગયા. ઘરનુ વાતાવરણ ડહોળાયેલુ […]

એપ્રિલ ફૂલ

28/04/2012 admin 0

‘જીતુ આજે તો ચાલ ક્યાંક ફરવા જઇએ.’ , મયંકે જીતુની પીઠ પર ધબ્બો મારીને કહ્યુ. ‘ક્યાં જઇશું?’ જીતુએ પુછ્યુ. ‘અરે મને ખબર હોત તો હુ તને થોડી પુછત…’ મંયકે કહ્યુ. મયંક ચાર મહિના પહેલા સી.એ. તરીકે એપોઇમેન્ટ થયેલો અને દિલ્હીથી આવેલો હતો. ‘તુ અમદાવાદના રસ્તાથી અજાણ્યે હશે. પણ અમદાવાદના જોવાલાય્ક સ્થળ વિશે તો સાંભળ્યુ જ હશે ને.’ જીતુએ મંયકને કહ્યુ. મયંકઃ ‘હા, સ્થળના નામ તો જાણુ છું પણ ક્યાં સ્થળને પ્રાયોરીટી આપવી તે થોડીને મને ખબર હોય.’ આમ તો મંયક અમદાવાદની બાજુમાં આવેલા ધોળકાનો વતની હતો પણ ભણીગણીને સીએ થયા પછી દિલ્હી જોબ મળતા પાંચ વર્ષથી ત્યાં જોબ કરી રહ્યો […]

મોતની બીક (સત્ય ઘટના)

02/03/2010 admin 0

                         સંજય તેની પપ્પાની બાઇક ઉપર જઇ રહ્યો હતો. પપ્પા બાઇક ચલાવી રહ્યા હતા, અને સંજય પાછળ બેઠો હતો, આગળ ટ્રાફીક જામ હતો, પપ્પાએ ધીમે રહીને બાઇક સાઇડમાં થોડીક જગ્યા હતી ત્યાથી કાઢી, સંજયે જોયુ તો કોઇ એક્સીડન્ટ થયેલો હતો. કોઇ સાયકલ સવાર બસના પાછળના વિલમાં આવી ગયો હતો અને ત્યાને ત્યા જ પ્રાણ પંખીડુ ઉડી ગયુ હતું. ખોપરી ફાટી ગઇ હતી સફેદ ચાદર ઢાકી હતી પણ સફેદના બદલે તે ચાદર લાલ થઇ ગઇ હતી. સંજય ફફડી ગયો તેણે પહેલી વખત લાશ જોઇ હતી. અને તેની ઉંમર પણ ક્યા […]