પાગલ ગાંડીયાની કથા….


હું ફૂટપાથ પર રહુંછું. કામ ધંધો કાંઇ છે નહીં. ભગવાન ભરોષે મારુ જીવન મે છોડી દીધું છે. મને આજની, ગઇ કાલની કે આવતીકાલની ચિંતા નથી. દરરોજ ભગવાન કોઇના દ્વારા ખાવાનું મોકલી આપે છે. હું કોઇને હેરાનકરતો નથી પણ બાળકો તેમજ યુવાનો મને જોઇને ખબર નહીં કેમ ગાંડા કાઢે છે, વાંદરવેડા કરે છે તેખબર પડતી નથી. પણ જે હોય તે હું તેમને બહુ ધ્યાન પર લેતો નથી. પણ ક્યારેક વધારપડતું થાય તો પછી મારો પિત્તો કાબુમાં નથી રહેતો અને એવા પાગલ લોકો કે જે મનેહેરાન કરે તેમની પાછળ હું પથ્થર લઇને દોડુ છું… છતાં કાળજી રાખું છું કે તેમને વાગી ન જાય પણ તેઓસામે પથ્થર મારે ત્યારે એવી કાળજી રાખતા નથી અને મને ક્યાંરેક વાગી જાય છે. કુતરાપણ મને જોઇ ફસવા માંડે છે… મને ખબર જ નથી પડતી કે આવુ કેમ? હું તો મારા વધેલો ખોરાકપણ કુતરાને ખવડાવી દઉં છું છતાં તેઓ મને ભસે છે… કદાચ દુનિયામાં ફરતા ગાંડા માણસોની અસરઆવી હશે. આ શહેરમાં મારા જેવા સજ્જન માણસો ખૂબ ઓછા જોવા મળે છે… હું ગાંડાઓની વચ્ચેરહું છું. આ ગાંડાઓને ગાડીઓ લઇને ફરતા જોઉં, પૈસા પાછળ દોડતા જોઉ, ટીપટોપ કપડા પહેરીને ફરતા જોઉ ત્યારેક્યારેક મારામાં રહેલો સજ્જન માણસ ગાંડો બનવા તલસતો હોય છે.. પણ હું મારા મનનેવાળી લઉં છું. ભાઇ આ હજારો ગાંડા ઓછા છે કે તું વધુ એક ઉમેરો કરવા જઇ રહ્યો છે.મને એ ખબર નથી પડતી કે મારે એક જોડ કપડા હોય તો બે-ત્રણ વર્ષ ચાલી જાય છે અને આગાંડા લોકો દરોરજ નાહી ધોઇ નવા કપડા પહેરીને ફરતા કે હશે?… હું જ્યા રહુ છુંત્યાં તે ફૂટપાથ ઉપર ગમે તે આવીને રહે તો મને આનંદ થાય છે ઘણી વખતતો કુતરા મારીપાસે જ સૂઇ જાય છે અરે તમે એની ક્યા વાત કરો છો ક્યારેક તો હું અને કુતરા એક સાથેજમી પણ લઇએ છીએ જ્યારે આ ગાંડા લોકોના ઘરની આજુબાજુ પણ હું જાઉં તો મને દૂર ભગાડીદે છે… હા ક્યારેક એમાનાકોઇક મને ટકડો રોટલો કે ભરપેટ ખાવાનું આપે છે ત્યારે થાય છે કે આ ગાંડા વચ્ચે પણમારી જેવા કોઇક સજન્ન માણસ રહેતા હશે… હુ રસ્તા વચ્ચે ચાલ્યો જતો હોય અને મને કાગળના ટુકડાકે કચરો દેખાય તો વીણીને મારા થેલામાં નાખી દઉ છું… અને આ ગાંડા માણસો પોતાનું ઘર ચોકક્સચોખ્યુ રાખે છે પણ ઘરનો કચરો મારા જેવા સજ્જન માણસને વિણવા રસ્તા પણ ફેકીં દે છે.હશે મારે થોડું તેમના જેવું ગાંડા થવાય. બસ હવે વધારે નથી લખતો પણ એટલુ ચોક્કસકહીશ કે ગજબ તો ત્યારે થાય છે આ ગાંડા લોકો હું નિકળું ત્યારે એ ગાંડો આવ્યો એગાંડો આવ્યોની બૂમો પાડે છે…. પાગલ સાલાઓ… (સોરી…મારે તેમને પાગલ ન કહેવા જોઇએ કારણ કે નહીં તોમારામાં અને એમનામાં ફર્ક શું રહેશે?)

#story of #mad #men or #Story of #Gentleman 
I’m staying on footpath. Not working business Ihave left my life on God. I do not care about today, yesterday or tomorrow.Every day God sends food through somebody. I do not bother anyone, but kids andyoung people do not know why I do not know, I do not know what they are doing.But I do not care who they are. But sometimes I am not able to control mybreasts if I am not able to control them, and I am running with stone behindthose mad people who annoy me … But I do care that they will not be hurt butthey do not care when they stone me and I do not care Wherever you go The dogsalso start looking at me … I do not know why this is why? I am feeding mygrown food even to dogs, but they are frying me … may be the mad people inthe world have been affected. Good people like me are found in this city very little… I live in the middle of the mad men. If you look like moving around withthese trains, looking after money, watching a TV show, sometimes a gentlemanwho is in me is stubborn to become crazy. But I take my mind. It’s going to addone more to the brother that these brothers are less crazy. I do not know if Ihave a pair of wardrobe for two to three years, and these mad people do notwash their darajaj or wear a new cloth or would they be walking? … wherever Ilive I will be happy if whatever remains on the footpath Many times the dogsleeps with me or what do you talk about it sometimes sometimes I and the dogalso eat together, when I go around the house of these crazy people, then I amrunning away … Sometimes, when somebody gives me rotten bread or a meal, ithappens that there will be some kind of man living like myself even in thiscrazy … I am walking along the road and throwing the scarf in my bag when Isee a piece of paper or garbage … and These crazy people keep their homeclear but the house waste tricks the way to tell a gentleman like me. I will bea little crazy like them. Just do not write more now but I would like to tellyou that when I get rid of these crazy people, then that crazy person comes andgoes crazy. (Sorry I should not call them mad, because otherwise I will notknow the difference between them and me.)
#mad #men #Storyforgentleman

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*