માઇક્રો ફિક્શન વાર્તા….

1.     દુઃખી બેવફાઃ  માતા નહી બનવાની ક્ષમતા જાણ્યા પછી, ચિંતાં મુક્ત થયેલી અવનીએ પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધો ચાલુ કર્યા.,થોડા સમયમાં અવનિના સારા દિવસો રહેતા ઘરમાં ખુશહાલી આવી ગઇ પણ અવની દુખી થઇ ગઇ….
2.     વિશ્વાસઃ  હરહંમેશની જેમ મોડા આવતા પતિ પર શંકા કરનાર પત્નિએ પતિના ઘરે ભૂલી ગયેલા મોબાઇલમાં આવેલા બ્લડ ડેનેટથી એક જીંદગી બચાવવા બદલ આભારના સંદેશો વાંચવાના લીધે મોડા આવેલા પતિને પ્રેમથી ભિજવી દીધો…
3.     દીકરીઃ પ્રિતીને કાયમ દીકરી હોવાનુ સહન કરવુ પડ્યુ હતુ., કાયમ સાપના ભારા તરીખે ઓળખાયેલી પ્રિતીએ આજે ચોથા બાળક સ્વરુપે ત્રણ દિકરા ઉપર જન્મેલી દીકરીને રમડતા સંજયને જોઇને પ્રિતીની આંખોમાંથી હર્ષના આસું સરી પડ્યા.
4.     નાસ્તિકઃ  સંજયને પૂજા પાઠ કરવા કાયમ સમજાવતી પ્રિતી આજે તો સમજાવતા સમજાવતા થાકી ગઇ પણ પ્રિતીને ક્યાં ખબર હતી કે તેના  પતિને અનાથ બનવા માટે  ભગવાની જાત્રા કરવા ગયેલા તેના માતા પિતાનુ એક્સિડન્ટમાં અવાશાન જવાબદાર હતુ.
5.     ફ્રેન્ડશીપઃજયના ખાસ દોસ્ત એવા વીરૃના મોબાઇલમાં તેના મમ્મીનો ફોન આવ્યો કે આપણી રચના કોઇક છોકરા સાથે ભાગી ગઇ., થોડીવાર પહેલા જયની બાઇક પછળ બેઠેલી છોકરીની ઓળખાણ પાક્કી થતા વીરૃ ગણગણ્યો ‘દોસ્ત દોસ્ત ના રહા…..

6.     સાચો પ્રેમ?. રચના માટે દુનિયા છોડવાની વાત કરતા સંજયે તેના પપ્પાએ આપેલી ઘર છોડીને ચાલ્યા જવાની ધમકીથી ડરીને પપ્પાએ પસંદ કરેલી છોકરી સાથે લગ્ન કરી લીધા અને  પ્રેગનન્ટ રચનાના આવનાર બાળકને અથાથ કરી મૂક્યો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*