શહેર અને ગામડું


ડીયર ફ્રેન્ડ્સ 
આજે હું અમદાવાદમાં રહું છું., દરોરોજ પેપરમાં આપણે ભાવવધારાની રામાયણ વાંચીએ છીએ,
મારુ બાળપણ ગામડામાં (ઓતારીયા, તા. ધંધુકા, જિ. અમદાવાદ)માં વિત્યુ છે, થોડો સમય ધંધુકા (મધ્યમ) શહેરમાં વિત્યો છે(પાંચેક વર્ષ) અને ઘણોખરો સમય અમદાવાદ(મોગા સીટી)માં વિત્યો છે.
મને લાગે છે કે ભાવવધારો ઘટાડવા માટે શહેર અને ગ્રામ્યને એક કરવાની જરુરીયાત લાગે છે. અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં ઘણા કુટુંબો મોટા મોટા બંગલા બાંધીને રહે છે. પરંતુ ગ્રામ સંસ્કૃતિથી અલગ પડી ગયા છે. મેં તો અમદાવાદમાં ઘણા બાળકોને બળદગાડું કે ગાય ભેંસ જોવે ત્યારે જાણે કોઇ નવું પ્રાણી કે વાહન જોતા હોય તેવા અહોભાવથી જોતા જોયા છે. જો આવા અમીર લોકો કદાચ પોતાના બંગલા કે ફાર્મ હાઉસમાં એકાદ ભેંસ ગાય જેવા પાલતું પ્રાણી પાળતા થાય તો ગામડાના એકાદ કુટુંબને રોજગારી મળી રહે અને તેમને ચોખ્ખુ દૂધ છાસ, માખણ તથા ઘી મળતા થાય, આપણે ખોરાકમાં દૂધ અને ઘી લઇએ છીએ પરંતુ તે કેટલું ચોખ્ખુ હોય તે તો કદાચ ભગવાન જ જાણે. પરંતુ જો સોસાયટીમાં જેમ કોમન પ્લોટ ફરજીયાત રાખવામાં આવે છે તેમ એકાદ ગૌશાળા રાખવામાં આવે, સોસાયટીની જરુરીયાત મુજબના ગાય, ભેંસ રાખવામાં આવે તો તેને રાખનાર એક કુટુંબને રોજગારી મળશે અને સોસાયટીના સંભ્યોને ચોખ્ખુ ગાય, ભેંસનું દૂધ, ધી, છાસ મળી રહેશે. ગૌશાળાનો ખર્ચ સોસાયટીના સભ્યો દીઠ વહેંચી શકાય, વધારે દૂધ કે ધી બને તો તેને વહેંચીને સોસાયટી માટે વધારે આવક ઉભી કરી શકાય, સોસાયટીમાં વાવવામાં આવેલા વૃક્ષો , બનાવેલા બગીચા  માટે ખાતર પણ ઉપલબ્ધ થાય.આવી તો ઘણી વાતો ગામડાની રહેલી છે કે શહેરના લોકો અપનાવે તો તેમને ફાયદો થાય તેમ છે…. શુ કહો છો તમે.????

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*