હત્યારી માતા… સત્ય ઘટના.

સત્ય ઘટના..

આજે એક ડોશીમાં કાપડની ફેરી કરતા આવી ચડ્યા..એમનો શેરીમાં એકાદ મહીનામાં એકાદ બે આટા આવી ચડતા…સાથે કાંખમાં નાની છોકરી તેડેલી હોય પરંતુ આજે આ છોકરી સાથે નહોતા લાવ્યા…છોકરી કેમ સાથે નથી લાવ્યા તેના જવાબ તેમના જ મુખે સાંભળીએ….મારા છોકરાની વહુ ઘરમાં અણબનાવ બનતા ઘર છોડીને જતી રહી છે..ત્રણ છોકરાઓને મુકીને.,તેના બાપા એટલે કે મારો છોકરો તથા હુ બંને કાપડની ફેરી કરીને માંડમાંડ ઘર ચલાવીએ છીએછતાં ક્યારે અમે એને કામે નહોતી મોકલી એને તો ઘરમાંજ છોકરાઓને રાખવાના હતાં છતાં નાના મોટા જગડા કરીનો આખરે 15 દિવસ પહેલાછોકરાઓને મુકીને જતી રહી., એ પછી એકવખત હુ સૌથી નાની છોકરી(6 માસ)ની લઇને ફેરી કરતી કરતી આવી હતી ત્યારે તમે તેને જોઇ હશે. થોડા દિવસ પહેલા તે બીમાર પડીડો. પાસે લઇ ગયા. ડો કહ્યુ કે તેને માતાના પ્રેમ તથા ધાવણની જરુર છે. હુ અને મારો દિકરો તે છોકરીને લઇને તેની મા પાસે ગયા અને બધી વાત કરી.તેની મા એ કહ્યુ કે હું થોડી મારા મા-બાપને ઘરેથી આણામાં લાવી હતી તે હુ રાખુ… એ તો તમારુ પીંડ છે તે તમો રાખો… અમો ઘણુ કહ્યુ તને બનતી મદદ કરીશુ અને 1 વર્ષની થઇ જાય પછી અમો લઇ જઇશુ પરંતુ ધરાહાર.. ના રાખવાની ના પાડી દીધી… અને અને (આંસુઓની ધાર)12 દિવસ પહેલા જ તે ગુજરી ગઇ. …..એક વૃધ માતા પોતાના છોકરાની છોકરી માટે કષ્ઠવેઠીને ઉછેરવા તૈયાર હતી પરંતુ સગી માતાએ પોતાની બાળકીને તરછોડી દીધી…મારા મતે તો તે છોકરીની માતા ખરેખર હત્યારી કહેવાય…—–મિત્રો, પોતાની સગી મા પણ જ્યારે પોતના બાળકને છોડી દે ત્યારે એક વૃધ્ધ માતાનો જીવ બળે છે…પણ જનેતા ?મારી આંખોમાં પણ આંસુ આવી ગયા….મિત્રો ઘરે આવતા ભીખારીકે ફેરીયાઓને હડધૂત ન કરશો… હા કાંઇ ન લેવુ હોય તો પ્રેમથી વિદાય કરો… (પણ સાથે સાથે ગઠીયા લોકોથી ચેતતા રહેવુ પણ જરુરી છે) ન જાણે તેમના હ્રદયમાં પણ ક્યાં વેદના સંતાયેલી હોય…

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*